નિવૃત્તિ નિવાસ- December 13, 2010
Posted by ambubhai in : લઘુ કથા , trackbackકથા અપૂર્વ દેસાઇ
nivruti www.cialisgeneriquefr24.com niwas -અપૂર્વ દેસાઇ
સરગમબહેનના અવસાન પ્રસંગે અપૂર્વ દેસાઈ હાજર ન હતા. તેમના પૌત્રના લગ્નમાં તેઓ અમદાવાદમાં હતા. ડૉ. વિનય પંડયાએ ફોન કરીને જાણ કરી અને તેમની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. શોભાએ પૂછયું “શું થયું? લગ્નના પ્રસંગે આંસું ?” અપૂર્વ કહે : “ડૉ. વિનય પંડયાનો ફોન હતો. સરગમબહેનને હાર્ટ ઍટેક આવ્યો અને તેઓ મૃત્યુ પામ્યાં !” શોભા અપૂર્વને જોઈ રહી તેને થયું કે: “અપૂર્વ, તું જેમ જેમ મોટો થાય છે, તેમ તેમ દ્રવતો જાય છે!” “શોભા, તને ખાબર છે ને કે તારી સાથેના લગ્ન-સંસારનાં આટલાં વર્ષોમાં મેં કદી કહી નહોતી તેવી મનનાં અટલ ઊંડાણોમાં દબાયેલી સ્મૃતિને સંકોરી, સરગમબહેન જ જીવંત કરી શકતાં હતાં. તેઓ બહુ જ ભલા અને ઉમદા વ્યકિતા હતા.” શોભાએ વક્ર નજરે જોઈને કહ્યું : “યાદ આવે જ, સારા માણસો સૌને યાદ આવે… પણ અહીં પૌત્રને ઉઘલાવવાનો છે, તેના લગ્નમાં પોચકાં ન મૂકશો.”
ઘરમાં શરણાઈ વાગવાની શરૂ થઈ, પણ, અપૂર્વને તેનો ઉત્સાહ ન હતો. તેનું મન તેને, ધીમે ધીમે સરગમબહેનની સાથે વાતો કરતાં કરતાં કેટલી સહજતાથી, ‘પહેલી-પ્રીત’ની વાત તેમણે કઢાવી હતી તે સાંજની યાદ અપાવતું હતું…….. એક દિવસ તે ગણગણતા હતા :
“મારી જુવાનીએ દીઠું, એક સપનું ગુલાબી,
તો દીવાનીએ દીઠું, એક સપનું શરાબી !”
સરગમબહેને આ ગણગણાટને સાંભળીને મલકાતાં મલકાતાં પૂછયું : “અપૂર્વ, કોણ છે તે દીવાની ? ત્યારે ચમકવાનો વારો અપૂર્વનો હતો…. શોભાએ તો આ લવારા કંઈ કેટલીએ વાર સાંભળ્યા હશે !….. પણ, કેટલાંક માણસોને જ એ આવડત હોય કે દિલની વાત બહુ જ સહજ રીતે સમજી જાય !… અને સંકોચ દૂર કરાવી તામારા મનને એવી રીતે ઝણકારે કે નાનકડી છોકરીની ધીમી દોડથી ઝણઝણતી નાની ઝાંઝરિયો ! “સરગમબહેન ! તમે પણ ! હું તો શોભા સાથેની મારી જુવાનીની વાતો ગણગણું છું !” સરગમબહેનની આંખોમાં એઓ આ કથન સ્વીકારવા તૈયાર નથી તેવું સ્પષ્ટ દેખાતાં અપૂર્વએ ફેરવી તોળ્યું ! … “આ તો ૧૯૩૯ ની મારી પહેલી શાયરી છે !” સરગમબહેન કહે : “હા, તમારી પહેલી શાયરી જરૂર છે… પણ, તમાં કોઈ ‘પ્રથમ – પ્રીતની ભીની મહેક મહેકે છે. પહેલી-પ્રીત અને દબાયેલ ઝાંઝર રણકયા વિના રહે જ નહીં !” અપૂર્વ આંખોથી કહી ગયો, કે, “હા, તમારી વાત સાચી છે. પહેલી પ્રીતનું સ્મરણ આજે ૭૫ વર્ષે પણ એવું જ અકબંધ છે. ૧૯૩૯ ની વાત ૧૯૯૬માં કરવી મને ગમે છે ! શોભા તો મારી જિંદગીમાં પત્ની તરીકે ૧૯૪૧ માં આવી, પણ આ વાત તો ૧૯૩૪ થી ૧૯૩૯ ની છે ! ત્યારે સમાજમાં સંકૂચિતતા ઘણી હતી. સ્ત્રી-પુરુષોનાં સંબંધોનાં ગણિત ઘણાં જુદાં હતા…. છતાં, તેવા વાતાવરણમાં પણ આ બાબત સરજાઈ અને આજ સુધી ય સંઘરાઈને પડી છે.” અપૂર્વે શરૂઆત કરતાં કહ્યું : તેનું નામ મેં કલ્પના પાડયું હતું, કારણકે તેને જોતાં જ મને કવિતા સ્ફૂરતી ! એક દિવસ તેણે મને જોઈને કહ્યું :
તેરે બાંકે બાંકે બાલ, તેરા ખૂબ ચમકતા ભાલ,
તેરે લાલ ગુલાબી ગાલ,તેરી હીરો જૈસી ચાલ,
હાયે ! અપૂર્વ !તેરા ક્યા કહના ?”
જો કે આજે જો તે મને જુએ તો એટલું કહેઃ
“તેરે ઉખડે ઉખડે બાલ, તેરી ચીપડી ચૂપડી ખાલ,
તેરે બૈઠ ગયે જો ગાલ, મામા શકૂનિ જૈસી ચાલ !
હાયે ! ભૂતપૂર્વ ! તેરા ક્યા કહેના ?”
સરગમબહેન છૂટ્ટા મોંએ હસી પડયાં ! અને ત્યાં જ https://www.viagrasansordonnancefr.com/ શોભા દાખલ થઈ. “કેમ, શું ગપસપ ચાલે છે ?” સરગમબહેન કહે : “જુઓ ને, આ અપૂર્વ, ચાર્લી ચેપલીનની ગુજરાતી નકલો કરે છે ! શોભા અપૂર્વ ને જોઈ રહી. તે તો સાવ સીધો, સાદો, ભોળો, ભાળો… આંખો નીચે ઢાળીને બેઠો હતો. ખેર ! અપૂર્વ શોભાને જોઈને બોલ્યો : “શોભા, આ સરગમબહેનની ડાગળી ખસી ગઈ છે! ચાલ, આપણે આપણા રૂમમાં જઈએ.”
* * *
અપૂર્વ અને શોભા ૬૦ વર્ષના લાંબા દાંપત્ય જીવનનું રૂડું જોડું હતું. પાંચ પુત્રો, પાંચ પુત્ર વધૂઓ… અંગ્રેજીમાં Daughter–in-law માંથી
in-law શબ્દને out-law બહારવટિયો ગણીને દેશનિકાલ કર્યો તેથી તો રહી માત્ર Daughter કે દીકરી, જે પોતાનાં માવતર તથા શ્વસૂરપક્ષે વડીલોનું માન-સન્માન કરી આનંદોલ્લાસ રેલાવી, તેમના દી ઉજળા કરે તેવી દીકરીઓ. તેમની પાંચ પૌત્રીઓ, પાંચ પૌત્રો, બે પૌત્રવધૂઓ અને એક જમાઈ (પૌત્રીનો વર), એમ બધાંને ‘સ્નેહકુંજ સોસાયટી’ માં સ્નેહસેતુથી બાંધી રાખતાં અને ઈશ્વરની કૃપા ગણી નિયમિત રીતે માસિક ઘર-સભાઓ ચલાવતાં રહેતાં : આમ ૮ ઘર તથા દરેક ઘરનો ૩૫ વ્યક્તિઓ સાથેનો ભોજન તથા ભજનનો સમન્વય… પ્રત્યેક કુટુંબ એક આઈટમ ૩૫ જણાંને ચાલે તેટલી બનાવી લાવે… પૉટ-લક પાર્ટી ! ક્યારેય ક્યારેય કોઈને ભારે ના પાડે… અને હસતાં ખેલતાં દરેક કુટુંબનાં સુખો દુઃખો વહેંચાય… એમ જીવન વ્યતિત થાય. લગ્ન જેવા વરા વેળા તો ૩૫ જણનાં દસ મહેમાનો એટલે ૩૫૦ જણાં તો વધારાનાં હોય !
આવા મોટા ટોળામાં અપૂર્વ ક્યારેક પ્રભુને અને મોટે ભાગે શોભાને જ જશ આપતો અને તાનમાં તાથા સૂરમાં ગાતો :
“ઓ સ્વાર્પણને કરનારી, તારાં સ્વાર્પણનો કોઈ પા૨ નથી !
મુજ અવગુણ નિભાવનારી, તારી સુઝ-સમજનો પાર નથી !”
લગ્ન પછી તન, મન, ધન સંપૂર્ણપણે સોંપનાર શોભાનાં વલણ-વર્તનથી અપૂર્વ તો સંતુલિત અને સન્માનિત હતો… પણ ક્યારેક ૧૯૩૯ ની પ્રથમ – પ્રીત યાદ આવી જતી !
અપૂર્વ કલ્પના – પ્રવાહમાં તરતો હતો ! તેની વિચાર-માળાના મણકા એક પછી એક આગળ વધતા જ રહ્યા :
“સંબંધનાં બંધન થકી તો ધન્ય, જે બંધાય છે,
સંબંધ કેરા બંધથી, જળ પ્રેમનું રોકાય છે !
પ્રેમમાં તરવું સરળ, પણ ડૂબવું અઘરૂં ઘણું,
જે પ્રેમમાં ડૂબી જતો તે ‘ભાગવંત’ મુજને ગણું !”
૧૯૩૫ ની સાલમાં કલ્પના વૅટરનરી કવાર્ટર્સમાં આવી ત્યાં સુધી મારે કોઈ કંપની ન હતી. હું ૧૫ નો અને કલ્પના ૧૩ ની… અને તો સમયમાં છોકરીની સાથે રમવું તો શું તેની સામે જોવું તો પણ સામાજિક ગુનો ગણાતો. જો કે હું તેમાં અપવાદ હતો કારણ કે ‘અપૂર્વ’ હતો અને તે પણ કાંઈ કમ નહોતી ! અને તેથી જ અમારો રમત-ગમત-ભણત-ભ્રમતનો સોહામણો સંગાથ શરૂ થયો. એ ભણવામાં હોશિયાર પણ નિશાળામાંથી મળેલ ઘરકામ પૂરું કરાવવા સવારે ૮ થી ૯ મારી પાસે ભણવા આવે. હું આમ તો ઠોઠ નિશાળિયો પણ બે વર્ષ પહેલાં ભણેલું તો ભણવા આવે તયારે મનમાનેલ મિતનો સહવાસ મારી અંદરના માંહ્યલાને જગાડી ગયો ! રહેણી કરણી, વેશભૂષા અને વિચારો તથા વાણી નિયમિત અને વ્યવસ્થિત થવા લાગ્યાં. જવાબદારીનો અહેસાસ જાગ્યો……. અને થયું કે ખૈર કોઈને માટે પણ મારે સજવું સંવરવું જોઈએ તેથી કપડાંને કોલસા ઈસ્ત્રી પણ થવા માંડી !
સવારની પ્રભાતફેરી પાંચ વાગે શરૂ થાય તેમાં ચાલવા જવાનું નક્કી કર્યું અને કલ્પના પણ બરાબર પાંચના ટકોરે આવી ગઈ. સવારની છની પાળીમાં જનારા મજૂરો અને દૂધવાળાઓ તથા છૂટા છવાયા પુરૂષો જતા દેખાતા. પ્રેમદરવાજા બહાર શાહીબાગ તરફ જવાના ડામરના રસ્તો હું તેજ જોગીંગ કરતો. હતો પણ આજે તો સુંવાળો સંગાથ હતો તેથી ઝડપ માપસરની હતી. રસ્તામાં એક મરધી દોડતી અમારી સામે કયાંકથી આવી ચડી ! ડરીને કલ્પનાએ મારો હાથ પકડ્યો. તો ઠેઠ પાછા ઘેર પહોંચ્યાં ત્યાં સુધી ન છોડ્યો !… મને તો ગમ્યું.
પણ ઘરે પહોંચતાં જ દૂર્ગાકાકીની ચકોર નજરે તો નોંધી લીધું અને મને ધ્રાસ્કો પાડયો… આજે આવી બનવાનું… પણ બીજા દિવસે પાંચને ટકોરે અમે બન્ને ચાલવા નીકળી જ ગયાં… અને સતર્ક કલ્પનાએ પ્રેમદરવાજા બહારથી જ મારો હાથ પકડ્યો અને પાછાં વળતાં પ્રેમદરવાજા બહાર જ છોડયો ! ઘરમાં દાખલ થતી વખતે તો એક હાથનું અંતર અને ડાહી ડમરી ઠાવકી રીતે ચાલતી ઘરમાં ગઈ તો દૂર્ગાકાકીનેય ગમ્યું… જયાકુમારી કલ્પના કરતાં બે વર્ષ મોટી પણ થોડી આળસુ તેથી સવારની પ્રભાતફેરી વેળા તો તો ઊંઘતી હોય, પણ જયારે દિવસ ચડે ત્યારે સાથે હોય….. ઘરના બાગમાં ચંપાનું વૃક્ષ, સારૂં એવું મોટું. કોઈકે કહ્યું છે તેમ ;
‘ચંપા તુજમેં તીન ગુન, રૂપ, રંગ અરૂ બાસ,
એક અવગુણ ઐસો ભયો, ભ્રમર ન આવત પાસ !’
પાણ ચંપો હોય ત્યાં નાગ તો આવે જ… આ ચંપાના વૃક્ષ પર ચડીને સામસામી ડાળીઓ પર બેસીને ગામગપાટા મારવાનો અમારો નિત્યક્રમ. તે દિવસે તો જયાકુમારી પણ ટકોર કરી ગઈ કે ઝાડ પરથી ગબડી ના પડો તેનું ધ્યાન રાખજો…. હવે વાતો કરતાં કરતાં મારી નજરે કલ્પનાના માથાની ઉપરના પુષ્પ-ગુચ્છમાં ગૂંચળું વળીને પડેલ સાત આઠ ફીટ લાંબો કાળો ભમ્મર નાગ દેખાયો !… અને પરાવર્તિક ક્રિયાવશ મેં તેને મારા તરફ ખોંચી અને તે આખી જ મારી પાસે આવી ગઈ પણ વજન વધી જતાં ડાળી ઝૂકી અને મેં બેલેન્સ ગૂમાવ્યું… અમે બન્ને સડસડાટ નીચે પડ્યાં. કલ્પનાએ ચીસાચીસ કરવા માંડી પાણ મારું ધ્યાન નાગ પર… તે તો આ હલબલાટમાં નીચે જ ઉતરવા માંડયો. દૂર્ગાકાકી પણ કલ્પાનાની ચીસો સાંભળી બહાર દોડી આવ્યાં અને એટલા મોટા નાગને જોઈને હબકીને પડી ગયાં. છગુજી જે દવાખાના નો પગી હતો તે લાકડી લઈને દોડતો આવ્યો અને દૂર ભાગતા નાગને લાકડીથી મારી નાંખ્યો. કલ્પનાના બાપુજીને તો દૂર્ગાકાકીને મારા ખોળામાં સૂતેલાં જોઈ નવાઈ લાગી, પણ કલ્પનાએ આખી વાત કહી કે અપૂર્વએ કેટલી બહાદૂરીથી તેણીને બચાવી… અને દૂર્ગાકાકી બેભાન થઈ ગયાં તેની પણ વાત કહી. Smelling Salt થી ભાનમાં આવ્યા બાદ, કાકી બોલ્યાં, “અપૂર્વ, તું ના હોત તો કલ્પનાનું શું થાત ?” મેં તો મનમાં જ કહ્યું : “હું જ ના હોત તો કલ્પના ય ચંપાના વૃક્ષ પાર શાને હોત ?”
* * *
ઘરમાં મુહૂર્ત નજીક હતું. અમારા સૌથી મોટા પુત્ર આકાશના પહેલા દીકરાનો આજે વરઘોડો હતો. શોભા બે ત્રણ વખત વિચાર-ચકડોળે ચડેલા મારા વલણને ઝણકારી ગઈ હતી. હું તૈયાર થઈને નીચે આવ્યો ત્યારે પૌત્ર પોંખાતો હતો અને ઘરના વાતાવરણમાં અજબની ચહલપહલ હતી. મોટા દીકરાને બે દીકરા જ હતા તેથી તેનાથી નાના દીકરાની દીકરી મોટાભાઈની સાથે લૂણ ઊતારવા જવાની હતી. સરસ ગુલાબી વસ્ત્રોમાં સજ્જ થઈ વાટકીમાં રૂપિયો અને સોપારી મૂકી ખખડાવતી જતી હતી.
શોભા મારી બાજુમાં ઊભી ઊભી જોતી હતી અને મોંઘમ મલકતી હતી. “અપૂર્વ આપણો વેલો તો આગળા ચાલ્યો !” તેનું બોખલું મોં જોઈને મને થયું : “આ શોભા ! જિંદગી આખી મારી સાથે કાઢી… પણ મનમાં પ્રભુની પૂજા કરતાં કૃષ્ણ કનૈયાને વિનંતી કરે છેઃ ‘સોહાગ રાખીને મૃત્યુ દેજે… અને આવનારા સાતેય ભવ તેમની સાથે રાખજે’….. ત્યારે મનમાં ધીમી શૂળ ભોંકાય છે : કેવા સંસ્કાર છે ! જયાં પતિને પરમેશ્વર માનીને આખી જિદગી દેવાઈ જાય છે !… અને આ ‘બેવકૂફ મન’ હજી ભૂતકાળની ‘પહેલી-પ્રીત’ ને વાગોળે છે ! વરઘોડો નીકળાવાની શરૂઆત થતાં પહેલાં પૌત્ર પગે લાગવા આવ્યો અને મુખામાંથી એ જ સુંદર આશીર્વચનો નીકળ્યા : કલ્યાણ થાવ… ફૂલો, ફળો ને સુખેથી સંસારે સંચરો. બેન્ડ વાજાં વાગતાં હતાં દીકરાઓનો વસ્તાર- પૌત્રો અને પૌત્રીઓનો વસ્તા૨ આગળ નીકળતો હતો; અને શોભા તથા મને એક કારમાં બેસાડી વરઘોડાની પાછળ મૅરેજ હૉલ તરફ રવાના કર્યાં. આ લગ્નમાં નવનીત આવ્યો હતો. નવનીત તો કલ્પનાનો એક માત્ર દીકરો. તેને જોતાં જ પાછા વિચારો ગતિશીલ થયા…….
* * *
જયાકુમારી કહેતી હતી : “અપૂર્વ, નાગનો પ્રસંગ બન્યા પછી હાટકેશ્વરની મૂર્તિ જોડે એક મૂર્તિ મૂકીને કલ્પના તમારી પણ પૂજા કરે છે !” અને ત્યારે ચમકવાનો વારો મારો હતો કારણકે ૧૧ વર્ષની વયે તો તેના વિવાહ મુંબઈના ઉમાકાન્ત સાથે થઈ ગયા હતા. તે ડૉક્ટરીના ત્રીજા વર્ષમાં હતો અને ઉંમ૨માં ખાસો ૯ વર્ષનો ફેર હતો. મનમાં એક બાજુ આનંદ અને બીજી બાજુએ દ્વિધાઓ થઈ….. હવે મને સમજાયું કે કલ્પના વારંવાર ઝવેરચંદ મેઘાણીની એ કવિતા કેમ ગવરાવતી હતી :
“એ લાડકડાની પ્રતિમાનાં, છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજ અહર્નિશ પ્રભુને પાયે પડતી,
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી !”
તે રાત્રે હું ઓટલા પર ઉંઘી ના શક્યો, કે બીજે દિવસે સવારે પ્રભાતફેરીમાંય ના જઈ શકયો.
મારી ઈતર પ્રવૃત્તિઓ એટલી બધી વધી ગઈ હતી અને અંદરથી હું બ્હીતો પણ હત, તેથી કલ્પનાને જોવાનું, એકાંતમાં મળવાનું ઘટાડતો જતો હતો…. પણ બીજા દિવસે રાત્રે સાડાઅગિયાર વાગે તે મારા રૂમમાં આવી. હું પત્રો લખતો હતો. તે સામે આવીને ચૂપચાપ બેસી ગઈ. મેં એને કહ્યું : “તને ખાબર છે, રાતના સાડાઅગિયાર થયા છે ?”
“હા પણ દિવસે તો તું મળતો નથી અને તને જોયા વિના મને ચેન નથી પડતું. વળી, જયુબહેનનાં લગ્ન મુંબઈમાં લેવાવાનાં છે, તેથી દિવસે પણ કામ ઘણું પહોંચે છે. તારે લગ્નમાં મુંબઈ આવવાનું છે, તેથી ખાસ કહેવા આવી છું. બ્હાનાં કાઢીને છટકી નથી જવાનું !”
મુંબઈ લગ્ન છે ? તો ત્યાં તો ઉમાકાન્ત પણ હશે ! તેની સાથે વાતો કરવી પડશે… અને કલ્પના સાથે તો શું ય કરશે ? જેવાં કેટલાંયે દુઃખો શરીરનાં ગાત્રોને થીજવી દેતાં. ઉંઘમાં કલ્પનાને ઉમાકાન્તના પાગે પડતી અને તોનાથી પીછો છોડાવવા વિનંતિ કરતી દેખાતી. ક્યારેક ચંપાના વૃક્ષનો પેલો કાળો નાગ ઉમાકાન્તનું સ્વરૂપ લઈ કલ્પનાને ડંખવા દોડતો દેખાતો તો ક્યારેક ઝાડ પરથી પડી જઈ બન્ને જણાં મરી ગયાનાં કુસ્વપ્નો પણ આવતાં… હું કાંઈ બોલ્યો નહીં તેથી તેને હકારાત્મક જવાબ માનીને કલ્પના જતી રહી.
સવારની પ્રભાતાફેરી બંધ થઈ, પણ જયાકુમારી અને કલ્પના સાથે સાંજના ૬ થી ૯ ના સમયમાં ફિલ્મો જોવાનું શરૂ થયું ! સોહિની-મહીવાલ ફિલ્મનું એક ગીત “તુમ્હીને મુઝકો પ્રેમ સિખાયા”… જયારે હું એકલો હોઉં ત્યારે તે નટીની અદામાં મારી સામે
જોઈને ગાતી રહેતી… હું સહેમી જતો પણ પાછું મનમાં થતું
પણ ખરૂં : “હે પ્રભુ, આ નટખટ નારને બીજે દ્વારે કેમ મોકલી ?… પણ, એ તો ડૉક્ટર થવાનો અને મારૂં તો કોલેજમાં ભણવાનું ય થશે કે કેમ, તે પણ ખબર નથી !”
તે દિવસે ઘરમાં કોઈ હતું નહીં અને તે સુંદર રીતે સજીધજીને આવી કહે : “અપૂર્વ મેં બે વર્ષથી તને ‘લવ-ગેમ’ આપી છે તેનો જવાબ કેમ આપતો નથી ?” મેં કહ્યું : “તું વિવાહિતા…. તેથી વિચાર આવે તો પણ ન શોભે.”
કલ્પના કહે : “પ્રેમ તો થઈ જાય : કરાય નહીં” મેં કહ્યું : હા, હું પણ એ જ કહું છું, પણ, વણસ્પર્શ્યો પ્રેમ કરવાનો.”
કલ્પના ડોકું ધૂણાવી કહે : “હું તો રાધા છું. તારા પ્રેમની પૂરી દીવાની છું ! તું પ્યાર કરે યા ઠુકરાએ હમ તો હૈં તેરે દીવાનોંમેં ચાહે તુ હમેં અપના ન સકે પર ન સમજ બેગાનોં મેં ! કલ્પનાની દીવાનગી પર હું વારી જતો હતો. પણ અંદર અંદર થતું : આ બધું ખોટું છે. આ શક્ય નથી. તેણી સાઠોદરા નાગર અને હું દશાનાગર વણિક !… આ સ્થિતિ લગ્ન-સંબંધ સુધી ના પહોંચે તેવો સરસ્વતી નદીનો રેલો છે.
* * *
પૌત્રનું લગ્ન અંતિમ ચરણે હતું. નવનીત આવીને પગે લાગ્યો. તે કહેતો : “મારા જન્મ પછી મા બહુ જ રડતાં હતાં…. અને ધીમે ધીમે ડિપ્રેશનમાં જતાં રહ્યાં હતાં. મારા પિતાનો તેમના પ્રત્યેનો વર્તાવ અજુગતો હતો. તેઓ નવા મા સાથે વધુ રહેતા…. પણ, મારા મા તમને દિવસમાં બે ચાર વાર યાદ ના કરે અને અહોભાવથી ગદગદ્ ના થાય તેવું ન બનતું. બાપુની ના હતી તેથી તે આવ્યા નથી… પણ ઘર-પ્રસંગના આનંદથી પ્રસન્ન છે. નવદંપતિને આશિષ કહ્યા છે.” મેં તેમની તબિયત હવે કેમ રહે છે તેમ પૂછયું ત્યારે કહે : “ખાવાનું ઘણું ઘટી ગયું છે કૃશતા છે – પણ હવે કોઈ વલોપાત નથી.” મેં કહ્યું : જમીને જજે.
કન્યાવિદાયનો પ્રસંગ ચાલતો હતો ત્યારે મને જયાકુમારીનાં લગ્નમાં મુંબઈમાં લખેલું ગીત યાદ આવતું હતું. નાગરી ન્યાતમાં કન્યા-વિદાયનો કરૂણ પ્રસંગ હોય છે. વિદાય લેતી કન્યાના હાથમાં પાન સોપારી અપાતાં જાય અને કન્યાનાં ડૂસકાં વધતાં જાય… ત્યારે મોહનભાઈએ કહ્યું : “હવે આ અપૂર્વ કન્યા-વિદાયનું સ્વરચિત ગીત ગાવાનો છે, તે બધાં શાંતિથી સાંભળો પછી કન્યાવિદાય… તેમનેય ડૂસકું આવી ગયું… અને મેં હળવેથી ગીત શરૂ કર્યુ :
બહેનીને
મારી સાસરે જાને બહેન,
આંખે અટકાવી અશ્રુવહેણ,
સાસરે જાતા શોક જ શાનો, દિલમાં દર્દ કાં થાય?
પ્રયાણ કરતાં પાય જ તારા, શાને લથડિયાં ખાય? …..મારી.
હૈયા રે માંહી હોંશ જ રાખી, કરને બહેની પ્રયાણ,
દીલડા માંહી ભીતિ ન રાખ, તો થાશે તુજ કલ્યાણ. ……મારી.
સાસરે જઈને સાસુની બહેની, કરજે સેવા સદાયે,
માતા સમ માની પૂજજે તેને, ભલું તહારૂં થાય. …..મારી.
સસરા તારા પિતા સમાન, માનીને દેજે માન,
અંતર તેનું હરખે તો દેશે, આશિષ સબહુમાન. …..મારી.
વાણી અમૃતે ભીંજવી દેજે, નણદલ અંતર બહેન,
રાજી રહેશે જો તે સદા તો, મળશે તુજને ચેન. …..મારી.
માતા-પિતાની ગોદમાં બહેની, ખેલ્યા તેં ખેલ અનેક,
ભૂલી જાજે તે સર્વે રે બહેની, શિશુ સ્મરણ દરેક. …..મારી.
જીવન – આકાશે પતિરાજ ખેલે, ખેલજે તેની સંગ,
સદગુણ-દીપે જીવન પ્રજાળી, ઉજાળ જીવન-પંથ. …..મારી.
* * *
શોભા સમજી તો ગઈ હતી કે સરગમબહેનના મૃત્યુના સમાચારે હું લગ્ન પ્રસંગ માણી શકતો નથી… પણ
૫૪ વર્ષના સહવાસે આવી ક્ષણોમાં તે મને બહુ ટકોરતી નહીં.. . જાણતી જ કે થોડા કલાકોમાં પાછું બધું થાળે પડી ઝશે.
* * *
૧૦મી જૂન ૧૯૩૯ ના રોજ મેટ્રીક પાસ થયા પછી આગળનો અભ્યાસ કરવા મુંબઈ જવાનું નક્કી થયું…. ગુજરાત મેલ રાત્રે ૧૦ વાગે ઉપડે પણ ઘરેથી નીકળવાનું શુભ મુહૂર્ત બપોરે ૩ વાગ્યા પાછી સારું ન હતું તેથી “પસ્તાનું” (પ્રસ્થાન !) કરવાનું યોજાયું… એટલે સ્વગૃહેથી નીકળી નજીકના ઘરે રહેવાનું… તેથી પેટી અને બિસ્તરો લઈ બહાર નીકળ્યા. અને કલ્પનાના ઘરે જ મૂકાયા… બાપુજી અને તારાબા દ્રવિત હતાં. દીકરો પહેલી જ વાર દેશાવર જતો હતો તેથી દૂર્ગાકાકી મારા ઘરે હતાં… ઘરમાં બીજું કોઈ હતું નહીં… ત્યારે કલ્પનાએ સોળ શણગાર સજીને ચોકમાંના હીંચકા પર હું સાંભળી શકું તેવા અવાજે ગાવાનું શરૂ કર્યું :
વસમી એક વિદાય,
વહાલમની વસમી એક વિદાય !
પ્રેમ અને પરિચય વધતો તો,
વિરહ સહ્યો નવ જાય
વહાલમનો વિરહ સહ્યો નવ જાય !
…અને પાછળ એક ડૂસકું નંખાઈ ગયું… ડૂસકાં પછી રૂદનમાં ફેરવાયાં તેથી હું ખચકાતો ખચકાતો તેની રૂમમાં ગયો – “કેમ, શું થયું ?” તેમ પૂછું ત્યાં તો તે એકદમ ખડખડ હસી પડી ! મને કહે : “અપૂર્વ મારી આંખામાં આંસુ છે તેથી અરીસામાં ઝાંખું દેખાય છે… મને મારી સેંથીમાં સિંદૂર ભરી દઈશ ?”
હું આભો જ બની ગયો !
તે સોળની અને હું અઢારનો… આ ક્રિયાનો અર્થ ના સમજે તેવું બાઘું તો કોઈ જ નહોતું…
તે મારી સામે અનિમેષ નયને જોઈ રહી હતી. થોડીવાર મેં અસમંજસમાં ગાળી. પછી ધીમે તેની સેથીમાં સિંદૂર પૂર્યું. મારા હાથ કંપતા હતા તેથી સિંદૂર તેના વાળમાંથી મારાં કપડાં પર પણ ઢોળાયું.
પણ તે ખૂબ જ ખુશ થઈ ગઈ !
મારા ગાલ અને હોઠ પર વ્હાલથી ચૂમીઓ ભરી અને મેં પણ તેના મનોભાવોને સહજ બનાવતા પ્રતિભાવો આપ્યા. તેનો આંનદ સૂચવતો હતો કે “આજે તે મનથી મને વરી છે !” … તેને ઉમાકાન્ત દીઠોયે ગમતો ન હતો…. રાત્રે મુંબઈ તરફ ટ્રેન વધી રહી હતી અને એની અનિમેષ આંખોનું ઈજન મને ભીંજવી રહ્યું હતું… સરગમબહેન આ ‘દીવાની’ ની દાસ્તાન સમજી ચૂક્યા હતાં….
* * *
અમદાવાદમાં ના પૌત્રનાં લગ્ન પતી ચૂકયાં હતાં. ઘરે જઈને ફરીથી ‘નિવૃત્તિ નિવાસ’ પર ફોન લગાડયો… મીના મૅડમ હતાં. થોડોક ખરખરો કરી મનને હળવું કર્યું… પણ રાત્રે સૂતી વખતે ફરી વિચારતંતુએ સાથે ન છોડયો…
* * *
મુંબઈનો અભ્યાસ પાતાવી વર્ષાન્તે હું પાછો અમદાવાદ આવ્યો ત્યારે કલ્પના પરિવારની બદલી સૂરત થઈ ગઈ હતી !…. અને બહુ ટૂંકા સમયમાં તેનાં લગ્ન ઉમાકાન્ત સાથે થઈ ગયાં હતાં…. કોઈ સંપર્ક સૂત્ર હતાં નહીં ! દૂર્ગાકાકી કે મોહનભાઈ કોઈનાયે તરફથી કોઈપણ પાત્રનો ઠંડો પ્રતિભાવ જ આવતો…
પહેલી પ્રીત દરેકની મૃત્યુ પામતી હોય છે… મારી પહેલી પ્રીત પણ મરણ પામી… એક દિવસ પૂરો
થયો બીજા દિવસની સવાર થઈ.
વળી પાછું, મારે આગળ કૉલેજ ભણતર સારૂ પૂના જવાનું થયું… મારી ધારણા હતી કે કલ્પના તેના ઘરે સુખી હશે. સરગમબહેનનો તો અંગેનો પ્રશ્ન, અહીં મસ્તકને ઝણઝણાવી ગયો… શું તે સુખી હતી ? એક સારા મનોચિકિત્સકની અદાથી તેઓ સમજી ચૂકયાં હતાં, “પ્રેમ જ્વર ખૂબ પ્રદિપ્ત હોય : જેમ ઝાંઝર છૂપ્યું છૂપાય ના, તેમજ… કશુંક કલ્પનાની જિંદગીમાં બન્યું હોય જ…”
૧૯૪૧ માં મારાં લગ્ન થઈ ગયાં, શોભા સાથે. ૧૯૪૩ માં આકાશનો જન્મ થયો ત્યારે શોભા પિયેર હતી, અને મોહનભાઈનો પત્ર આવ્યો :
“મુ. ચંદુભાઈ અપૂર્વઃ
સુરતથી ડૉ. મોહનભાઈનાં જય શ્રી કૃષ્ણ. ખાસ તાકીદ એટલા માટે છે કે કલ્પનાને સાતમો મહિનો જાય છે.
પણ તેને ખૂબ જ ફીટ આવે છે. આખા રૂમમાં દસથી પંદર ફીટ સુધી પછડાટો ખાય છે. દીવાનખંડમાં ૨૫ ભાડે લાવેલાં ગાદલાં પાથર્યાં છે અને અપૂર્વને ખૂબ યાદ કરે છે. તો આપ બન્ને તાબડતોબ આવી જશો ? ઉપરવાળાની મહેર હશે તો બન્ને જીવોનું જોખમ ટાળવામાં આપ મદદરૂપ થશો. આપ લોકો આવશો તો અમે બહુ જ ઉપકૃત થઈશું.”
ડૉ. મોહનલાલ.
પોષ્ટકાર્ડ મળતાંની સાથે જ
અમે સુરત જવાની ગાડી પકડી અને રાત્રે ત્યાં પહોંચી ગયા. દૂર્ગાકાકી કલ્પનાને પાકડીને બેઠા હતાં. મોહનભાઈ એકદમ ગદગદ થઈ ગયા. કલ્પના જાણે ઊંડી ઉંઘમાંથી ઊઠી હોય તેમ બેઠી હતી.
મને જોઈને તરત બોલી: ‘અપૂર્વ…. અપૂર્વ….’ અને છૂટા મોંએ તે રડી પડી. મોહનલાલે તેને પાણી આપતાં કહ્યું : “ચંદુભાઈ, મારે એક અગત્યની વાત તમને કહેવી છે. મારી સાથે બહારના અંડમાં આવશો ? દૂર્ગા, તું પણ ચાલ તો !” મોહનભાઈએ બાપુજીને બહાર બોલાવી એટલું જ કહ્યું : કલ્પના મારી જીદને કારણે શયતાનને ઘરે મંડાઈ છે. ઉમાકાન્ત મરાઠી બાઈ સાથે ઘરમાં રહે છે, અને થાય તેટલા ઝુલ્મ કલ્પના પર કરે છે. બાળવિવાહ તોડવાની હિંમત ના ચાલી અને આ દિવસ આવી પડયો છે, જયાં બન્ને જીવો ખૂબ જોખમમાં છે.” દૂર્ગાકાકીએ રડમસ અવાજે કહ્યું : “અપૂર્વ સાથે તેનું મન મળ્યું છે, તેથી એ એના મનનો ભાર ઠારે એવી આશાથી તમને દોડાવ્યા છે.”
રૂમમાં કલ્પનાએ મને તેની પાસે બોલાવ્યો અને કહે : “અપૂર્વ હવે આ દર્દ સહેવાતું નથી…. મરી જવું છે પણ આ પેટમાં છે તેથી મરાતું પણ નથી.”
“પણ શું થયું, તે તો કહે.”
“કહેવાનું શું ? તને તો બધી જ ખબર છે. મારે તો ઉમાકાન્તનું ઘર માંડવું જ ન હતું… પેલી મારી શોક્ય સાથે હું કેમ કરીને રહું ?… ઘણો વિરોધ કર્યો પણ એક દિવસ તે મારા પર બળાત્કાર કરી ગયો અને દહાડા રહ્યા !… મનમાં ખૂબ જ વિદ્રોહ છતાં તે પરિસ્થિતિમાં કોઈ જ સુધારો ના આવ્યો.”
અચાનક તેણે તેનાં ઉપવસ્ત્રો કાઢી નાંખ્યા… અને બિલકુલ નિરાવરણ બની, મારી સામે ફરીને કહે : “જો ! એ શયતાનનો ત્રાસ !” તેની છાતીમાં નહીં નહીં તો અગિયારથી બાર તો સિગારેટનાં ડામનાં ચકામાં હતાં ! કેટલાક તો પાકીને ફદફદી પણ ગયાં હતાં !… “મારી શોક્યની હાજરીમાં જ મારી તથા એની સાથે પણ સહશયન કરે… જંગલી !… પેલું કહે છે ને કે વાડ જ ચીભડાં ગળે તો કોને કહેવું ? છેલ્લાં ૩ – ૩॥ વર્ષથી આવું ચાલે છે… મારે તો મરી જ જવું છે પણ હવે તે શક્ય નથી… આવી ગંદી અને ખૂબઝ ઘૃણાજન્ય પારિસ્થિતિમાંથી હું પસાર થાઉં છું મા બાપ તો ‘ભાગ્ય’ કહીને છૂટી ગયાં છે. અપૂર્વ હું શું કરૂં ?” કહીને નાના બચ્ચાની જેમ કયાંય સુધી હીબકાં ભરતી રહી.
હું તેના બરડે પાંપાળતો રહ્યો. અને એની આંખોનાં આસું લૂછતો ગયો. મારું હૈયું પણ આક્રન્દ કરી રહ્યું હતું. ત્રણે વડીલો અમારાં રૂદનને જોતાં અને આખું ઘર હીબકે ચડ્યું હતું.
કલાકેકના રૂદન પછી, તે થોડી શાન્ત પડી… “મને ફીટસ આવે છે કારણ મારા મન અને આત્મા બળવો કરે છે. હું મનથી તો તને વરી ચૂકી હતી, પણ મારું તન સમાજનાં અનેક બંધનોથી પીડાતું હતું. ઘણીયે વાર લગ્ન તોડીને તારી પાસે આવવા મથતી હતી… પણ, તું અભ્યાસ પછી તારા જીવનમાં વ્યસ્ત થઈ ગયો… મારા મને બળવો શરૂ કર્યો… જીભે તેમાં ઘી હોમ્યું, અને ઉમાકાન્તને મારા ઉપર જુલમ કરવાનું, શંકા કરવાનું એક નવું નામ મળી ગયું, પરિબળ મળી ગયું. એ કરે તો લીલા અને મેં કર્યું તો પાપ ?”
“પણ, તેં ક્યાં કશું કર્યું જ હતું ?”
થોડીક ક્ષણોના મૌન પાછી અચાનક ફરી મોટી ફીટ આવી… મોહનભાઈ અને દૂર્ગાકાકી ઝાલે છતાંય ન શમે તેટલી મોટી ફીટ….. અને તે બેભાન થઈ ગઈ…. આ તાણ સાતમા મહિને બન્ને જીવોને ખતમ કરી શકે… તાણ દરમિયાન પણ તે પલી નાની, ડરતી, ગભરુ બાળાની જ્યમ મારો હાથ છોડવા નહોતી માંગતી.
મોડી રાત્રે ભાનમાં આવી ત્યારે મને તીવ્રતમ રીતે પકડીને તેની બાથમાં ભીંસી દીધો. “મારા અપૂર્વ ! મારા અપૂર્વ !” કહી મારા મોંને શરીરને અને માથાને તેના વહાલથી ભરી દીધો… વડીલોની હાજરીમાં હું પરિણિત વ્યક્તિ આ ભયંકર અને ભિષણ અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ રહ્યો હતો. કલાક સુધી તેણે તેના વર્તનને બેકાબુ રાખ્યું…. પછી ખૂબ જ ધ્રૂસકે ને ધ્રુસકે રડતી રડતી પાછી સૂઈ ગઈ.
એ દીવાની ખરેખર ઝનૂની બની ગાંડપણે ચડી હતી. તેમાં કદાચ ઉમાકાન્ત પ્રત્યેનો દાંપત્યજીવન-ભંગનો રોષ હતો કાં બદલાની ભાવના…. સાત મહિનાનો ગર્ભ પેટમાં અને શારીરિક ભૂખનું નિરાકરણ આવી વિષમ રીતે મારે કરવાનું થયું તેથી બધા જ આર્દ્ર હતાં… “મને અંદર અંદર મારી મિત્રને તેના માઠા સમયે હુંફ આપી ડિપ્રેશનમાંથી બહાર કાઢવામાં મદદ કરી” વાળી વાત હતી, પણ…. આંતરમન તો શોભાનો ગુનેગાર થઈ ગયાની અનુભૂતિ જ કરતું હતું.
* * *
શોભા તો કદિયે કોઈ ફરિયાદનો મને મોકો જ નહોતી આપતી. પણ આ ઘટના મારા લગ્ન જીવનને છિન્ન ભિન્ન પણ કરી શકે !… સવારે એ શાન્ત થઈ. મારા ખોળામાં માથું નાંખીને અને મારો હાથ પકડીને cialis fabrique en inde ઉંઘી ગઈ.
દૂર્ગાકાકી અને મોહનભાઈ અમે બન્ને બાપ દીકરાનાં બહુ જ ઋણી થયાં હોવાનો અણસાર આપતાં હતાં… આપ્યા કરતાં હતાં.
‘સુરત’માં તે રાત્રે શું બન્યું તે ત્યાંજ દફનાવી દેવાનું ત્રણેય વડીલોએ નક્કી કર્યું અને મને પણ શોભાને ન જણાવવાની તાકીદ કરી….
પંદર દિવસ પછી ખૂબ જ નાનો મોહનભાઈનો પત્ર આવ્યો… “ચમત્કારિક રીતે કલ્પના ડિપ્રેશનમાંથી પાછી વળા છે. ફીટ કે તાણ સમૂળાં બંધ થઈ ગયેલ છે.
* * *
સરગમબહેને આ રહસ્યને સહજ રીતે અપૂર્વના મનમાંથી હલકું કર્યું હતું. શોભાને વાતથી આંચકો તો લાગ્યો હતો, પણ ખબર પડી કે, ‘આ તો માનસિક સારવારનો એક ભાગ હતો’ પાછી તેનું એકદમ સહજ બની જવું, તે સૌના હિતમાં હતું.
“જિંદગી જે આપે તુજને, તે જ તું જો લઈ શકે,
સુધારવા, શણગારવા સારૂ કશુંક જો ગ્રહી શકે,
બીજા તને સમજે નહીં, એ તું સરાસર જાણજે,
તો યે છતાં તું વર્તજે, જે તાહરે કરવું ઘટે”
સરગમબહેનની શ્રધ્ધાંજલિમાં આ સંદેશ આપી અપૂર્વ દેસાઈએ ફોન ડિસકનેક્ટ કર્યેા.
Comments
Sorry comments are closed for this entry