jump to navigation

અમેરિકા આવો છો? April 11, 2008

Posted by ambubhai in : લેખો , trackback

વ્હાલા સ્વજનો

આખું કુટુંબ અત્રે આવવા અધિકૃત બન્યુ છે તે આનંદનાં સમાચાર સાથે ફોન ઉપર આવકાર બાદ કેટલીક વાતો જે ફોન ઉપર કરી હતી તે અત્રે કાગળ ઉપર મુકું છુ.

1. ભાષા: ( ખુબજ જરુરી)

2. Driving a car:

Driving તો ત્યાંથી દરેકે દરેક 16 વર્ષથી ઉપરનાએ શીખીનેજ આવવાનું છે.. હ ત્યાં લાયસંસનાં પૈસા ખર્ચવાની જરૂર નથી. કારણ અહીં ટેસ્ટ લેવો પડશે. અહીંનાં Driving rulesની પુસ્તિકાઓ પહેલા મોકલી છે જે વાંચવાનુ શરુ કરી દેશો. હા બંને જણ કાર ચલાવતા થાય તે જરૂરી છે.

3. અહીં આવ્યા પછી શરુઆતના કેટલાક સમય માટે:

મળે તે કામ ( ગમે ના તેવુ હોય તો પણ) કરવાની તૈયારી રાખવી. મેં આગળ કહ્યું છે તેમ “વિચારો બદલો તો જીવન બદલાઇ જશે” Flaxibility is the cornerstone of progress! progress is impossible without CHANGE! Those who can not change their minds, will never be able to change anything!

જેઓએ તમને અહીં બોલાવ્યા છે તેઓ તમને તમારા અનુભવ અભ્યાસ અક્કલ સૂઝ સમજ તથા હોંશિયારી મુજબ જોબ મેળવવા મદદ કરશેજ..પણ જણનારીમાં જોર ના હોય તો દાયણ શું કરે? તે ખાસ સમજવું. તમારી યોગ્યતા, લાયકાત વગેરે આ દેશની જરુરિયાત મુજબ સુધારવા, વધારવાની રહેશેજ.. સારી સ્થિતિએ પહોંચવા યોગ્ય તક્ની રાહ તો જોવીજ પડે તેથી ધીરજ, ખંત અને આત્મ શ્રધ્ધાથી વિકાસ માટે મથવુ.

4. બાળકો માટેની તૈયારીઓ:

5. ત્યાંના મકાન અને નોકરી વિશેનાં અઘરા નિર્ણયો:

સારી નોકરીઓ માં છ મહિનાની રજા લઇ ને આવવું. ઘર સારી રીતે બંધ કરી ભરોંસા પાત્ર માણસને સોંપીને આવવું. અહીં બધી સ્થિરતા આવ્યા પછી તેવા નિર્ણયો કરવા. ઘરમાં કોઇ પણ કિંમતી ચીજ વસ્તુઓ રાખવી નહીં શાળાએ જતા બાળકો પોતાનુ ભણતર પતાવે ત્યાં સુધી સુખે કે દુ:ખે અહીં રહેવુ જ છે તેવુ સર્વ ઘરનાં સભ્યોમાં એકમતિ સધાય નહીં ત્યાં સુધી ત્યાંનુ કોઇ રોકાણ સ્થાઇ કે જંગમ તોડવાનો મતલબ તમે તમારી પાછા જવાની શક્યતા ઘટાડો છો.

( આ પત્ર 1994માં આવતા 4 કુટુંબ્નાં 16 સભ્યોને ઉદ્દેશીને લખ્યો હતો આજે તે 16 સભ્યો વત્તા અહીંનાં 4+2 અમે એમ કુલ્લે 22 સભ્યો જે હાલ વધીને 35 થયાછે તે સૌ એક સાથે એક સબ ડીવી આ પત્રોનાં નીતિ નિયમોને અનુસરીને સુંદર ભારતિય પ્રણાલીમાં રહે છે.)

Comments»

no comments yet - be the first?